ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરુવાર.
મહારાષ્ટ્ર વક્ફ બોર્ડ લેન્ડ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ઈડીએ આજે પુનાના 7 ઠેકાણા પર દરોડા પાડ્યા છે.
આ મામલો વકફ બોર્ડની જમીન ગેરકાયદેસર રીતે વેચવાને લગતો છે અને આ બોર્ડ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકના મંત્રાલય હસ્તક આવે છે.
ઈડીની કાર્યવાહી એવા સમયે થઈ કે જ્યારે એનસીપી નેતા અને કેબિનેટ મંત્રી નવાબ મલિક ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને એનસીબી તથા તપાસ અધિકારી સમીર વાનખેડે પર સતત નિશાન સાધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ફડણવીસના આક્ષેપો બાદ નવાબ મલિકના જમાઈ તેમજ પુત્રીએ ફડવનસીને માનહાનીની નોટીસ પણ મોકલી છે તથા ફડણવીસ પાસે પાંચ કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યુ છે.