News Continuous Bureau | Mumbai
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.
આ બેઠક બાદ માને કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ મને જીત પર અભિનંદન પાઠવ્યા છે અને રાષ્ટ્રીય સુરક્ષા પર મદદનું આશ્વાસન આપ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં બે વર્ષ માટે દર એક વર્ષે 50000 કરોડની આર્થિક સહાયની માંગ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભગવંત માન હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળશે.
આ સમાચાર પણ વાંચો : કોરોના ડેથ વળતર માટે ખોટા દાવા મામલે ગુજરાત સહિત આ રાજ્યોમાં એક્શન લેશે મોદી સરકાર, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી; જાણો વિગતે
