ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
ચૂંટણી પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
તેમણે બિહાર અને યુપીના ભૈયાઓને પંજાબમાં પ્રવેશ ન દેવાની વાત કરી હતી, ત્યાર બાદ તેમનો વિરોધ શરૂ થયો છે.
આ અંગે હવે સીએમ ચન્નીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મારા નિવેદનને તોડફોડ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું, ‘દુર્ગેશ પાઠક, સંજય સિંહ, અરવિંદ કેજરીવાલ જેવા લોકો બહારથી આવે છે અને પંજાબને ડિસ્ટર્બ કરે છે, મેં તેમના વિશે વાત કરી.
જે લોકો ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનથી પંજાબ આવે છે અને પંજાબમાં કામ કરે છે, પંજાબ પણ એટલું જ તેમનું છે જેટલું આપણું છે.
ગત થોડા દિવસ અગાઉ સીએમ ચન્નીએ એક રેલીમાં કહ્યુ હતુ કે, પંજાબીઓ એક થઈ જાવ અને યુપી, બિહાર તેમજ દિલ્હીના ભૈયાઓ અહીંયા રાજ કરવા માંગે છે તેમને નજીક પણ ના આવવા દેતા.