દેશમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ફરી વધારો જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્ર બાદ હવે પંજાબમાં કોરોના ના વધતાં જતા કેસને ધ્યાનમાં લઇ પહેલી માર્ચથી નવી ગાઈડલાઇન લાગુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી ગાઈડલાઇન મુજબ પંજાબમાં હવે ઈન્ડોર જગ્યાઓ પર 100થી વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે ખુલ્લી જગ્યા પર 200 લોકોને ભેગા થવાની પરવાનગી આપવામાં આવશે.
