ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ઓક્ટોબર, 2021
શુક્રવાર
પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ અને હાઈ કમાન વચ્ચે ફરી સમાધાન થાય તેવુ લાગી રહ્યુ છે. સિદ્ધુએ પણ પ્રદેશ અધ્યક્ષ પદે ચાલુ રહેવા માટે સંમતિ આપી હોવાની અટકળો શરૂ થઈ છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પંજાબ સીએમ ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુ સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધન કરી શકે છે.
સિદ્ધુને ખુશ રાખવા માટે કોંગ્રેસ પાર્ટીએ આશ્વાસન આપ્યુ છે કે, એક સમન્વય સમિતિ બનાવવામાં આવશે અને તેને વિશ્વાસમાં લઈને જ પંજાબ સરકાર કોઈ પણ નવો નિર્ણય લેશે.
સૂત્રોનુ કહેવુ છે કે, સિદ્ધુ ફરી અધ્યક્ષ બનવા માટે માની ગયા છે અને કોંગ્રેસ દ્વારા જે સમન્વય સમિતિ બનાવાશે તેમાં મુખ્યમંત્રી ચન્ની, સિદ્ધુ તેમજ કોંગ્રેસનો એક પ્રતિનિધિ સામેલ હશે.
આ પહેલા ચન્ની અને સિદ્ધુ વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી.
ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ બે દિવસ પહેલા અચાનક પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપતા કોંગ્રેસના નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને આ મામલામાં કોંગ્રેસનો ભારે ફજેતો પણ થયો હતો.