ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે પાંચમાંથી ચાર લીગ મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને મેડલ જીતવાની આશા ઉભી કરી છે.
હવે પંજાબના રમત ગમત પ્રધાન રાણા ગુરમિતસિંહ સોઢીએ ભારતીય ટીમનું મનોબળ વધારવા માટે મોટી જાહેરાત કરી છે.
ખેલ મંત્રી રાણા ગુરમિતસિંહ સોઢીએ જાહેરાત કરી છે કે, જો ભારતીય પુરુષ હોકી ટીમ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતશે તો ટીમમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને 2.25 કરોડ રૂપિયા આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પંજાબના કુલ 20 ખેલાડીઓમાંથી 11 ખેલાડીઓ ભારતીય હોકી ટીમ માટે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે.
