Site icon

Gujarat Farmers: ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી આ પાકોની કરશે ટેકાના ભાવે ખરીદી, આવતીકાલથી CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખરીદ કેન્દ્રો ખાતેથી થશે શુભારંભ.

Gujarat Farmers: ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી કરાવશે ખરીદીનો શુભારંભ

purchase of kharif crop will begin at support price by bhupendra patel in gujarat tommorrow

purchase of kharif crop will begin at support price by bhupendra patel in gujarat tommorrow

News Continuous Bureau | Mumbai

Gujarat Farmers: ગુજરાતમાં ખરીફ પાકનું મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાક પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકોને ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે. 

Join Our WhatsApp Community

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( Bhupendra patel ) આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. 

રાજયમાં ( Gujarat Government ) મગફળી, મગ, સોયાબિન અને અડદની ટેકાના ભાવે ખરીદી માટે બે કેન્દ્રીય નોડલ એજન્સી તરીકે નાફેડ (NAFED) અને એનસીસીએફ (NCCF)ને તેમજ બે રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાસોલ અને ઈન્ડીએગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ, ગાંધીનગરને જુદા-જુદા જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજ્યમાં ( Gujarat  ) મગફળી માટે ૧૬૦, સોયાબીન માટે ૯૭, મગ માટે ૭૩ અને અડદ માટે ૧૦૫ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પાકોની નોંધણી અને વાવેતર વિસ્તારના આધારે મગફળી માટે ૭, સોયાબીન માટે ૬, અડદ માટે ૮ તેમજ મગ માટે બે ખરીદ કેન્દ્રો નકકી કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Shri Lakshminarayan Dev Bicentenary Festival: વડતાલ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણી, પોસ્ટ વિભાગે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ પર બહાર પાડી સ્મારક ટપાલ ટિકિટ.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં મગફળી માટે રૂ.૬૭૮૩, મગ માટે રૂ.૮૬૮૨, અડદ માટે રૂ.૭૪૦૦ તેમજ સોયાબિન માટે રૂ.૪૮૯૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તા. ૦૯ નવેમ્બર સુધીની સ્થિતીએ મગફળી માટે ૩,૪૬,૬૯૯, મગ માટે ૭૪૫, અડદ માટે ૨૮૩ અને સોયાબીન માટે ૨૩,૧૯૬ ખેડૂતોની નોંધણી થઈ છે. સાથે જ, આ કેન્દ્ર ઉપર ખરીદી ૯૦ દિવસ સુધી ચાલશે, તેમ ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.

ખેડૂતોની ( Gujarat Farmers ) લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતો આગામી તા. ૧૦ નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version