News Continuous Bureau | Mumbai
પુષ્કર સિંહ ધામીએ આજે ઉત્તરાખંડના 12મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે.
રાજ્યપાલ ગુરમીત સિંહે ધામી અને તેમના મંત્રીમંડળને શપથ લેવડાવ્યા.
વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હોવા છતા, ધામીએ સતત બીજી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનીને રેકોર્ડ બનાવ્યો છે.
2022ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ હાઈકમાન્ડે તેમને રિપીટ કરવાનો નિર્ણય લીધો છે.
ધામીની સાથે આઠ કેબિનેટ મંત્રીઓના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સતપાલ મહારાજ, ધન સિંહ રાવત, સુબોધ ઉનિયાલ, ગણેશ જોશી, રેખા આર્ય અને પ્રેમચંદ અગ્રવાલે પણ શામેલ છે.
આ સમાચાર પણ વાંચો : દિલ્હી CM કેજરીવાલનો પડકાર, કહ્યું MCD ચૂંટણીમાં ભાજપ જીત્યું તો આ કામ છોડી દઈશ.. જાણો વિગતે
