Site icon News Continuous Bureau | Mumbai

Radio Unity 90FM: વિશ્વ રેડિયો દિવસ પર રેડિયો યુનિટી 90FMનું શ્રેષ્ઠ ઉદાહરણ, પર્યાવરણીય અને સામાજિક શિક્ષણ માટે રેડિયોનો ઉપયોગ કરાશે

Radio Unity 90FM: આવતીકાલે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ જ્યારે "રેડિયો અને ક્લાયમેટ ચેન્જ" ના થીમ સાથે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે

Radio Unity 90FM Radio Unity 90FM's best example on World Radio Day

News Continuous Bureau | Mumbai

Radio Unity 90FM: આવતીકાલે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ જ્યારે “રેડિયો અને ક્લાયમેટ ચેન્જ” ના થીમ સાથે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે એકતાનગરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કાર્યરત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો યુનિટી 90FM એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કેવી રીતે કોમ્યુનિટી રેડિયો પર્યાવરણીય મુદ્દાઓ પ્રત્યે જાગૃતિ લાવવા અને તે સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી શકે છે. ગુજરાતના એકતાનગર, કે જ્યાં વિશ્વભરમાં પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઑફ યુનિટી આવેલું છે, ત્યાંથી પ્રસારિત થતું આ રેડિયો સ્ટેશન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના યુનિટી (એકતા), સસ્ટેનેબિલિટી (ટકાઉપણું) અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના વિઝનને સાકાર કરી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

Radio Unity 90FM: ક્લાઇમેટ ચેન્જ માટે કાર્યવાહી કરતો એક અવાજ

આ કોમ્યુનિટી રેડિયો પર ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણીય સંરક્ષણ માટેના પ્રયાસો અને ટકાઉ પ્રવાસન પર ધ્યાન કેન્દ્રિત કરતા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. કોમ્યુનિટી રેડિયોની નજીકમાં જ નર્મદા નદી વહે છે, તેમજ સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક પણ તેની પાસે જ સ્થિત છે, જેના થકી આ સ્ટેશન શ્રોતાઓને કુદરતી સંસાધનોના સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓ અપનાવવા અંગે શિક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ સ્ટેશન પરથી પ્રસારિત થતા કાર્યક્રમોનું શેડ્યુલ વૈવિધ્યસભર છે, જે શ્રોતાઓની વિવિધ પ્રકારના રસ-રૂચિને આવરી લે છે: 

આ સમાચાર પણ વાંચો:  Clinical Establishment Act 2024: ગુજરાતની તમામ આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત, આ છે અંતિમ તારીખ; સરકાર કરશે કાર્યવાહી

Radio Unity 90FM: અસરકારકતા અને નવીનીકરણનો વારસો

એકતાનગરમાં પ્રસારિત થતું રેડિયો યુનિટી ત્યાંના સ્થાનિક લોકોમાં એક મજબૂત સંદેશો આપે છે- હરિયાળા અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક અખંડ ભારત. ઉલ્લેખનીય છે કે, રેડિયો યુનિટી 90FM નું ઉદ્ઘાટન 15 ઓગસ્ટ, 2021ના રોજ કરવામાં આવ્યું હતું, અને તેને BECIL (બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટે) દ્વારા તૈયાર કરીને સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ સ્ટેશન સ્થાનિક સમુદાયો અને એકતાનગર ખાતે આવતા મુલાકાતીઓ વચ્ચે એક સેતુ તરીકે કામ કરે છે, અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના અંતર્ગત લોકોમાં હેરિટેજ, પ્રવાસન અને રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ ફેલાવે છે. “વસુધૈવ કુટુંબકમ” (વિશ્વ એક પરિવાર છે) ના મૂલ્યોથી પ્રેરિત, આ સ્ટેશન રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપે છે અને શ્રોતાઓને સરકારી યોજનાઓ, સ્થાનિક વિકાસ અને વારસા વિશેનું મૂલ્યવાન જ્ઞાન પ્રદાન કરે છે.

રેડિયો યુનિટી સ્ટેશન 20-25 કિલોમીટર સુધીના ક્ષેત્રમાં પહોંચ ધરાવે છે, તેમજ તેમની પાસે સમર્પિત રેડિયો જોકીઓની એક ટીમ પણ છે, જેની મદદથી આ સ્ટેશન સ્થાનિક લોકોના અવાજને, ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. રેડિયો સ્ટેશનમાં કામ કરતી આરજે હેતલ અને આરજે નીલમ, જેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ગાઇડની ભૂમિકામાંથી આજે રેડિયો પ્રેઝન્ટર બન્યા છે, તેઓ સ્થાનિક સમુદાયોને જોડવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે જાણીતા બન્યા છે. 

આ સમાચાર પણ વાંચો:  Brown rice: બ્રાઉન અને બ્લેક પછી હવે લાલ ચોખા! સુરતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિથી કરી રહ્યા છે તગડી કમાણી; સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક..

Radio Unity 90FM:  ટકાઉ ભવિષ્યમાં રેડિયોની ભૂમિકા 

આજે સમગ્ર વિશ્વ જ્યારે આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે રેડિયો યુનિટી 90FM જેવા કોમ્યુનિટી રેડિયો સ્ટેશનો પાયાના સ્તરે પરિવર્તન લાવવામાં મોખરાનું કામ કરી રહ્યા છે. માહિતી અને મનોરંજનને કાર્યક્ષમ ઇનસાઇટ્સ સાથે જોડીને આ રેડિયો સ્ટેશન ફક્ત સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને જ નથી જાળવી રહ્યું, પરંતુ તે પણ સુનિશ્ચિત કરી રહ્યું છે કે ક્લાઇમેટ ચેન્જ માટેની જવાબદારીનો સંદેશ દરેક શ્રોતા સુધી પહોંચે.

ઉલ્લેખનીય છે કે, પર્યાવરણીય જાગૃતિ ઉપરાંત આ સ્ટેશન મહિલા સશક્તિકણના કાર્યક્રમો અને સાફલ્યગાથાઓ થકી સ્થાનિક મહિલાઓને પ્રેરણા આપી રહ્યું છે, અને તેમને તેમના સપનાંઓ સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. નાના વિક્રેતાઓ, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો રેડિયો સ્ટેશન પર ચલાવવામાં આવતા પ્રેરક કોન્ટેન્ટ અને વ્યવહારૂ માર્ગદર્શનમાંથી આત્મવિશ્વાસ મેળવે છે. 

વિશ્વ રેડિયો દિવસ પર, રેડિયો યુનિટી 90FM એક ટકાઉ ભવિષ્ય માટે સમુદાયોને શિક્ષિત કરવા, તેમને જોડવા અને સશક્ત બનાવવા માટે રેડિયોની શક્તિનો ઉપયોગ કરવાની તેની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરે છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જયપુર ખાતે કોમ્યુનિટી રેડિયોની એક કોન્ફરન્સ આયોજિત થઈ હતી, જેમાં ભારતના ચાર રાજ્યોના કોમ્યુનિટી રેડિયોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) કોમ્યુનિટી રેડિયોને તેના અનોખા અભિગમ માટે વિશિષ્ટ માન્યતા મળી હતી, જ્યાં RCS (રેડિયો કમ્પ્યુટિંગ સર્વિસીસ) ના ઉપયોગ થકી સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામિંગ કરવામાં આવે છે, જે ભારતમાં કાર્યરત અન્ય કોમ્યુનિટી રેડિયોની સરખામણીમાં શ્રેષ્ઠ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

MSEDCL Assistant Engineer Arrested વીજ કનેક્શન આપવાના બદલે લાંચ માંગવી પડી ભારે MSEDCL નો એન્જિનિયર ૫૦ હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં
Western Railway Train Cancellations અનરાધાર વરસાદથી મુંબઈગુજરાત રેલવે સેવાઓ ખોરવાઈ, ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર પર માઠી અસર
IMD Heavy Rainfall Warning Maharashtra મુંબઈપુણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો દૌર યથાવત; હવામાન વિભાગ દ્વારા રેડઓરેન્જ એલર્ટ જારી
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Exit mobile version