Site icon

શું રાહુલ દ્રવિડ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપશે? આનો જવાબ ખુદ ટીમ ઈન્ડિયાના કોચે આપ્યો

News Continuous Bureau | Mumbai

જેમ જેમ ચૂંટણી(election) નજીક આવતી જાય તેમ તેમ નવા નવા લોકો વિવિધ રાજકીય પક્ષો(Political Party) માં જોડાય અને પક્ષપલટો પણ થતો જોવા મળે છે. હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં પણ આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી(assembly election) આવી રહી છે જેને લઈને રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ધર્મશાળામાં ૧૨થી ૧૫મી મે સુધી ભાજપ(BJP) યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિનું આયોજન કરાયું છે. જેમાં અનેક મોટી હસ્તીઓ સામેલ થાય તેવી સંભાવના છે. આ દરમિયાન મીડિયામાં એવા અહેવાલો પણ વહેતા થયા હતા કે રાહુલ દ્રવિડ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

Join Our WhatsApp Community

જોકે હવે ભારતીય ક્રિકેટ ટીમ(Indian cricket team)ના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Rahul dravid) મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે ધર્મશાળામાં ભારતીય જનતા પાર્ટી (BJP) યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સત્ર (BJP event in Himachal)માં તેઓ હાજરી આપશે. દ્રવિડે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, "મીડિયાના એક વિભાગે અહેવાલ આપ્યો છે કે હું હિમાચલ પ્રદેશમાં 12 થી 15 મે દરમિયાન એક મિટિંગમાં હાજરી આપીશ. હું સ્પષ્ટ કરવા માંગું છું કે આ રિપોર્ટ ખોટો છે.

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહના કાયદા પર લગાવી રોક; આ કલમ હેઠળ નવા કેસ દાખલ નહીં થઈ શકે..

ધર્મશાળાના ભાજપ(BJP)ના ધારાસભ્ય વિશાલ નેહરિયાએ દાવો કર્યો હતો કે દ્રવિડ 12 મે થી 15 મે સુધી ધર્મશાળામાં યોજાનારી ભારતીય જનતા પાર્ટી (BJP) યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સત્રમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ અને હિમાચલ પ્રદેશના તમામ અગ્રણી નેતાઓ ભાગ લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને કેન્દ્રીય મંત્રી પણ સત્રમાં ભાગ લેશે.

Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Exit mobile version