News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ(Congress) ની ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra) મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂકી છે. મહારાષ્ટ્ર(Maharashtra) માં તેમનો 14 દિવસના ભ્રમણનો કાર્યક્રમ છે. મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા કુલ 381 કિલોમીટર ભ્રમણ કરશે અને 15 વિધાનસભા તેમજ 6 સંસદીય વિસ્તારોમાંથી પસાર થશે. દરમિયાન રાહુલ ગાંધી(Rahul Gandhi) ની ભારત જોડો યાત્રાને અહીં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રામાં મોટાપાયે જનમેદની ઉમટી રહી છે.
Today in Maharashtra, dance artists performed in front of Shri @RahulGandhi in the Yatra according to Marathi tradition.#BharatJodoYatra pic.twitter.com/PmSbeLSTW6
— Ramesh Sanapala (@RameshSanapala5) November 9, 2022
મહત્વનું છે કે રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. સામાન્ય લોકો સાથે સમય પસાર કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ લોકોનાં ઘરે પણ જાય છે અને ઘણી વાર પત્રકારોના સવાલોના જવાબ પણ આપે છે.
Lakhs of people are coming and joining Rahul Gandhi’s Yatra at Maharashtra. pic.twitter.com/stuKrDZYSS
— Aaron Mathew (@AaronMathewINC) November 8, 2022
આ સમાચાર પણ વાંચો : યુકેના PM ઋષિ સુનકના સાસુ સુધા મૂર્તિએ આ નેતાના કર્યા ચરણ સ્પર્શ- સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો- વાયરલ જુઓ વિડીયો
Join Our WhatsApp Community