ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઑગસ્ટ, 2021
મંગળવાર
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે.
રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ ગાંદરબલ જિલ્લામાં ખીરભવાની મંદિરમાં શીશ પણ નમાવ્યું હતું.
દરમિયાન શ્રીનગરમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે તે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાના પક્ષમાં છે, સાથે જ તેમણે કહ્યુ કે, અહીં નિષ્પક્ષ ચૂંટણી થવી જોઇએ. રાહુલ ગાંધીએ કહ્યુ કે તે પણ કાશ્મીરી પંડિત છે.
રાહુલ ગાંધીએ હજરતબલ દરગાહની પણ મુલાકાત લીધી હતી. આ સિવાય તે ગુરૂદ્વારા અને શેખ હમજા મખદૂમની મજાર પર પણ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો આ પ્રથમ ઘાટીનો પ્રવાસ છે. રાહુલ ગાંધી શ્રીનગર પહોચ્યા હતા અહી તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરના પુત્રના લગ્નમાં પણ ભાગ લીધો હતો.