Site icon

J&Kમાં ચૂંટણી પહેલા ઘાટીના પ્રવાસે રાહુલ ગાંધી, શ્રીનગરમાં આપ્યું મોટું નિવેદન.. કહ્યું- હું પણ કાશ્મીરી પંડિત, જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. 

રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ ગાંદરબલ જિલ્લામાં ખીરભવાની મંદિરમાં શીશ પણ નમાવ્યું હતું.

દરમિયાન શ્રીનગરમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે તે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાના પક્ષમાં છે, સાથે જ તેમણે કહ્યુ કે, અહીં નિષ્પક્ષ ચૂંટણી થવી જોઇએ. રાહુલ ગાંધીએ કહ્યુ કે તે પણ કાશ્મીરી પંડિત છે.

રાહુલ ગાંધીએ હજરતબલ દરગાહની પણ મુલાકાત લીધી હતી. આ સિવાય તે ગુરૂદ્વારા અને શેખ હમજા મખદૂમની મજાર પર પણ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો આ પ્રથમ ઘાટીનો પ્રવાસ છે. રાહુલ ગાંધી શ્રીનગર પહોચ્યા હતા અહી તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ગુલામ અહેમદ મીરના પુત્રના લગ્નમાં પણ ભાગ લીધો હતો.

કલમ 370 નાબૂદ થયા બાદથી અત્યાર સુધીમાં અન્ય રાજ્યના માત્ર  આટલા વ્યક્તિઓએ J&K માં ખરીદી જમીન ; જાણો વિગતે

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version