News Continuous Bureau| Mumbai.
નેશનલ હેરાલ્ડ કેસ(Natioanal Herald case) મામલે ઈડી રાહુલ ગાંધી(Rahul Gandhi) સાથે આજે ફરી ત્રીજા દિવસે પણ પૂછપરછ કરી રહી છે. રાહુલ ગાંધી સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate) એ વિતેલા બે દિવસમાં લગભગ 18 કલાક પૂછપરછ કરી ચુકી છે. મંગળવારના રોજ રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્ણ થઈ શકી ન હતી તેથી આજે ફરી રાહુલને બોલાવવામાં આવ્યા છે.
#WATCH | Delhi: Congress workers outside the Enforcement Directorate office burn tires in protest to the ED probe against party leader Rahul Gandhi in the National Herald case. pic.twitter.com/eG3Qnq57oX
— ANI (@ANI) June 15, 2022
દરમિયાન રાહુલ ગાંધીને મળેલી નોટિસ વિરુદ્ધ કોંગ્રેસ સતત અવાજ ઉઠાવી(protest) રહ્યું છે.રાહુલના સમર્થનમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ(Congressional activist)એ (ED office)ઈડી ઓફિસ પાસે ઉગ્ર પ્રદર્શન શરૂ કર્યું છે, જ્યાં કાર્યકરોએ ટાયરો સળગાવી (Tires burned)દીધા છે. પોલીસ તેમને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન ઘણા કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી થઈ છે. પોલીસે તેમની અટકાયત કરી છે. છે. સાથે જ કોંગ્રેસ ઓફિસની આજૂબાજૂમાં કલમ 144 લાગૂ કરી દીધી છે.
Youth Congress workers protest outside ED office, shouting slogans by burning tires.#CongressProtest pic.twitter.com/AXNQPFZ0Lb
— prashant sharma (@prashan86388870) June 15, 2022
તો બીજી તરફ કોંગ્રેસે(congress) દિલ્હી પોલીસ(Delhi police) પર હેડક્વાર્ટરમાં ઘૂસવાનો આરોપ લગાવ્યો છે. તેથી આ મુદ્દાને લઈને કોંગ્રેસના કેટલાય મોટા નેતાઓની બેઠક ચાલી રહી છે. આ મીટિંગ(meeting)માં કેસી વેણુગોપાલ, ભૂપેશ બઘેલ, રણદીપ સુરજેવાલા અને અધીર રંજન ચૌધરી સહિત કોંગ્રેસના કેટલાય નેતાઓ સામેલ છે. કોંગ્રેસના કેટલાય કાર્યકર્તાઓ અને નેતાઓ કોંગ્રેસ હેડક્વાર્ટર જતાં રોકવામાં આવ્યા છે. જે બાદ તેમને નિર્ણય કર્યો છે કે, તેઓ સંસદમાં જઈને ગાંધી પ્રતિમા આગળ ધરણાં કરશે.