ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 ઓક્ટોબર 2020
ભારતના પૂર્વમાં ચીન અને ભારત વચ્ચે લદાખ સીમા પર પાછલા ઘણા વખતથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી નો આરોપ છે કે ચીનની સેના બારસો ચોરસ કિલોમીટર અંદર ઘૂસી આવી છે. પરંતુ , નરેન્દ્ર મોદી જનતાને અંધારામાં રાખી રહ્યા છે. પોતાને સૌથી મોટા દેશભક્ત કહે છે પરંતુ તેમના જેવા બીજા કોઈ કાયર જોયા નથી. એમના બદલે જો અમારી કોંગ્રેસની સેના હોત તો 15 મિનિટમાં ચીનને ઉખાડી ફેંકત એવા બણગાં પણ રાહુલ ગાંધીએ ફૂંક્યા હતા..
રાહુલ ગાંધીએ હરિયાણામાં કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી પોતાને દેશભક્ત કહે છે પરંતુ દેશ જાણે છે કે ચાઇનાની સેના હિન્દુસ્તાનની અંદર ઘૂસી આવી છે. હરિયાણાના કુરૂક્ષેત્રમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, "જ્યારે અમારી સરકાર હોતનો હું તમને ગેરંટી આપુ છું કે, ચાઇનામાં એટલી તાકાત ન હતી કે તે આપણા દેશમાં પગ મુકે. આજે વિશ્વમાં એક જ દેશ છે જેની અંદર બીજા દેશની સેના કબ્જો જમાવી બેઠી છે અને કાયર પ્રધાનમંત્રી કહે છે કે આ દેશની જમીન કોઈએ લીધી નથી."
રાહુલ ગાંધીએ કહ્યુ કે, ચીનમાં આટલી તાકાત ક્યાંથી આવી (સરહદમાં ઘુષણખોરીની) ?? ચાઇના બહારથી જોઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ દેશને નબળો કર્યો છે. કોરોનાના સમયમાં ભારતના પીએમ ફેલ ગયા છે. દેશનો કિસાન અને મજૂર નબળો પડી ગયો છે એમ પણ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ટ્રેક્ટર રેલી કાઢી હતી. જેમાં તેઓ પંજાબ પછી હરિયાણા ગયા હતાં…