મહારાષ્ટ્રમાં ત્રણ – ચાર દિવસથી પડી રહેલા મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. સ્થિતિને કાબૂમાં લેવા તેમજ રાહત અને બચાવ કામગીરી માટે સરકાર દ્વારા સેનાની મદદ માગવામાં આવી છે.
રાયગઢમાં ચાર સ્થળોએ વરસાદી દુર્ઘટના સર્જાઈ છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે અને ૩૦ લોકો લાપતા થયા છે જેને શોધવા માટે અભિયાન ચાલી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે ૫૦થી વધુ ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે અને ત્યાં સેનાને મદદ માટે મોકલવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે ૫૦થી વધુ ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે અને ત્યાં સેનાને મદદ માટે મોકલવામાં આવી છે.