News Continuous Bureau | Mumbai
Ajmer Division train block ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળના મારવાડ જં-આઉવા સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 590 કિમી 437/4-5 પર RCC બોક્સ લોન્ચિંગ હેતુ બ્લોક લેવાના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
*નિરસ્ત ટ્રેન*
• 23 નવેમ્બર 2025 ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નં. 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ નિરસ્ત રહેશે.
• 24 નવેમ્બર 2025 ના રોજ સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ નિરસ્ત રહેશે.
*રેગુલેટ ટ્રેન*
• 22 નવેમ્બર 2025 ના રોજ ટ્રેન નંબર 14701 શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરવલ્લી એક્સપ્રેસ અજમેર-મારવાડ ની વચ્ચે 01.00 કલાક મોડી ચાલશે.
આ સમાચાર પણ વાંચો :Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
• 23 નવેમ્બર 2025 ના રોજ ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ પાલનપુર-મારવાડ ની વચ્ચે 25 મિનિટ મોડી ચાલશે.
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
