Site icon

Railway News : યાત્રીગણ કૃપયા ધ્યાન દે.. પૂર્વોત્તર રેલવેમાં હાથ ધરાશે બ્લોક, આ બે ટ્રેનને અસર થશે..

Railway News : પૂર્વોત્તર રેલવેમાં બ્લોકને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર સ્પેશ્યલ ટ્રેનોને અસર થશે.

Railway news : Block will be implemented in North Eastern Railway, these two trains will be affected.

Railway news : Block will be implemented in North Eastern Railway, these two trains will be affected.

News Continuous Bureau | Mumbai 

Railway News : પૂર્વોત્તર રેલવે વારાણસી મંડળ ના ગોરખપુર કેન્ટ યાર્ડના રિમોડેલિંગ અને ગોરખપુર કેન્ટ-કુસુમ્હી સ્ટેશનની વચ્ચે ત્રીજી લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને(block) કારણે અમદાવાદ(Ahmedabad)ગોરખપુર(Gorakhpur) એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર વિશેષ ટ્રેનોને અસર થશે. જેની સૂચિ નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

રદ કરાયેલી ટ્રેનો:-

તારીખ 11, 18 અને 25 ઓગસ્ટ, 2023 ના રોજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ એક્સપ્રેસ રદ્દ રહેશે.

તારીખ 14, 21 અને 28 ઓગસ્ટ, 2023 ના રોજ ભાગલપુર થી ઉપડતી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ એક્સપ્રેસ(express) રદ્દ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Skin Care : ચંદનના પાવડરમાં આ એક વસ્તુ મિક્સ કરો અને ફેસ પર લગાવો, ચહેરો ખીલી ઉઠશે અને ડાઘા થઇ જશે દૂર..

શોર્ટ ટર્મિનેટેડ/ શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેનો:-

તારીખ 23, 27 અને 29 ઓગસ્ટ 2023 ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ભટની જંકશન સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટેડ (સમાપ્ત) થશે. અને ભટની અને ગોરખપુર વચ્ચે રદ્દ રહેશે.

તારીખ 24, 28 અને 30 ઓગસ્ટ 2023ના રોજ ગોરખપુર થી ઉપડતી ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન ભટની જંકશન સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટેડ (શરૂઆત) થશે. અને ગોરખપુર અને ભટની જંકશન વચ્ચે રદ્દ રહેશે.

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version