Site icon

Railway News : પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ વચ્ચે શીતકાલીન સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તૃતીકરણ

Railway News : આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી અને ભચાઉ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી-3 ટાયર સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ છે.

Expansion of winter special train run between Bandra Terminus and Gandhidham by Western Railway

Expansion of winter special train run between Bandra Terminus and Gandhidham by Western Railway

News Continuous Bureau | Mumbai

Railway News : પશ્ચિમ રેલવે ( western railway )  દ્વારા યાત્રીઓની સુવિધા તથા શિયાળા દરમિયાન વધારાના ધસારાને પહોંચી વળવા માટે બાંદ્રા ટર્મિનસ તેમ જ ગાંધીધામ ( Gandhidham )  સ્ટેશનો વચ્ચે ખાસ ભાડું લઇને સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરાનું વિસ્તૃતિકરણ ( Expansion ) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ ( Bandra terminus ) -ગાંધીધામ સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08.40 વાગ્યે ગાંધીધામ પહોંચશે.આ ટ્રેન 11 જાન્યુઆરી, 2024થી 29 ફેબ્રુઆરી,2024 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરુવારે ગાંધીધામથી 00.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને એ જ દિવસે 14.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 11 જાન્યુઆરી, 2024 થી 29 ફેબ્રુઆરી, 2024 સુધી ચાલશે. 

આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી અને ભચાઉ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી-3 ટાયર સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ છે. 

આ સમાચાર પણ વાંચો :  RBI Action: રિઝર્વ બેંકે આ મામલામાં ગુજરાતની આ પાંચ સહકારી બેંકો સામે કરી કાર્યવાહી.. ફટકાર્યો આટલા લાખ રુપિયા સુધીનો દંડ.. જાણો શું છે આખો કિસ્સો.

ટ્રેન નંબર 09415/09416 ના વિસ્તૃત ફેરાનું બુકિંગ 5 જાન્યુઆરી, 2024થી પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગેની વિગતવાર જાણકારી માટે આપેલ વેબસાઇટ www.enquiry.indianrail.gov.inપર થી મેળવી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Transport Department: ટ્રાફિકની સમસ્યા થશે હળવી! પરિવહન વિભાગે જાહેર વાહનો માટે સ્વતંત્ર પાર્કિંગ ઝોન બનાવવાનો નિર્ણય લીધો
Weather Update: હવામાન અપડેટ: અરબી સમુદ્રમાં ઓછું દબાણનું ક્ષેત્ર વિખરાયું, હવે ઠંડીનું આગમન ક્યારે?
Exit mobile version