News Continuous Bureau | Mumbai
Railway news : ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને કારણે, ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ( Gorakhpur-Okha express ) , જે અગાઉ 14 જાન્યુઆરી, 2024 સુધી રદ કરવામાં આવી હતી, તે હવે રદ થવાને બદલે આંશિક રીતે ડાયવર્ટ ( Divert route ) કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:
ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 17.12.2023, 24.12.2023, 31.12.2023, 07.01.2024 અને 14.01.2024 ના રોજ અને ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 14.12.2023, 21.12.2023, 28.12.2023, 04.01.2024 અને 11.01.2024 ના રોજ રદ થવાને બદલે, હવે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, બનારસ, વારાણસી, વારાણસી સિટી, ભટની અને ગોરખપુર થઈને ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં એશબાગ, બાદશાહ નગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશન નો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Parliament Security Breach: સંસદ પર હુમલાની વરસીએ જ સુરક્ષામાં ચૂક, કાવતરામાં કુલ 6 લોકો સામેલ, 4ની ધરપકડ, 2 ફરાર..
રેલવે ( Indian Railway ) તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.