News Continuous Bureau | Mumbai
Railway News : પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચેની ત્રીજી લાઈનમાં નોન-ઈન્ટરલોકીંગ કાર્યને કારણે પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટથી ચાલશે. વિગતવાર માહિતી નીચે મુજબ છેઃ-
1. 24.04.2025, 25.04.2025, 01.05.2025 અને 02.05.2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસને તેના નિર્ધારિત રૂટ ગોરખપુર કેન્ટ-પનિયાહવા-નરકટિયાગંજ જં.-મુઝફ્ફરપુર ને બદલે ડાયવર્ટેડ રૂટ વાયા ગોરખપુર કેન્ટ-ભટની જં.-છપરા ગ્રામિણ-મુજફ્ફરપુર જં. થઈને ચાલશે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Language Row : મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે શાળાઓમાં હિન્દી ફરજિયાત, મનસેની વિદ્યાર્થી પાંખનું જોરદાર વિરોધ પ્રદર્શન; સરકારી ઠરાવની નકલો સળગાવી
2. 27.04.2025 અને 28.04.2025ની ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ મુઝફ્ફરપુર જં.-નરકટિયાગંજ જં.-પનિયાહવા-ગોરખપુર કેન્ટ ને બદલે ડાયવર્ટેડ રૂટ વાયા મુજફ્ફરપુરપ જં.-છપરા ગ્રામિણ-ભટની જં.-ગોરખપુર કેન્ટ થઈને ચાલશે.
યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સમય, ઠહરાવ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, યાત્રી કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.