Railway news: રેલ યાત્રી કૃપયા ધ્યાન દે.. આ તારીખના રોજ ભાવનગરથી બાંદ્રા સુધી દોડશે સ્પેશિયલ ટ્રેન…

Railway news: 10 ઓગસ્ટના રોજ ભાવનગરથી બાંદ્રા સુધી "સ્પેશિયલ ટ્રેન" દોડશે

by Dr. Mayur Parikh
Railway news : Block will be implemented in North Eastern Railway, these two trains will be affected.

News Continuous Bureau | Mumbai

Railway news: યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન”ની 2 ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેન નંબર 09208/09207 ભાવનગરબાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09208 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 10 ઓગસ્ટ, 2023 (ગુરુવારે) ના રોજ ભાવનગર ટર્મિનસ થી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 11 ઓગસ્ટ, 2023 (શુક્રવારે) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3 ચંદ્રયાન-3 ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક થઈ પૂર્ણ, હવે ચંદામામાથી આટલે જ દૂર છે…

આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09208 અને 09207 માટે બુકિંગ 09.08.2023 (બુધવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે યાત્રિયો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More