ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ઓગસ્ટ 2020
કોરોનાની મહામારી વચ્ચે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટ ને લઇ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. લોકોનો વિરોધ જોતાં હવે રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. રેલવે ટીકીટ પ્લેટફોર્મ ની કિંમત 50 રૂપિયા રાખવાનો હેતુ સ્ટેશન પર ઉમડતી બિનજરૂરી ભીડને અટકાવવાનો છે.
કોરોના સંક્રમણ ને જોતા શરૂઆતના દિવસોમાં રેલવેએ આશરે અઢીસો સ્ટેશન પર પ્લેટફોર્મ ટીકીટના ભાવ માં પાંચ ગણો વધારો કર્યો છે. રેલવે પ્લેટફોર્મ ટીકીટના 10 થી વધારીને 50 રૂપિયા કરી દીધા છે અને આ ટિકિટ ફક્ત ઓનલાઇન યુ.પી.એસ એપ્લીકેશન દ્વારા જ ખરીદી શકાય છે. પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાના સમયથી બે કલાક સુધી માન્ય ગણાય છે.
રેલ્વે મુસાફરી માટે પ્લેટફોર્મ ટીકીટના ઉપયોગ માટે ગાર્ડનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. જે સ્ટેશન પર આવેલા ગાર્ડ પાસેથી મેળવી શકાય છે. પશ્ચિમ રેલવેના તમામ છ ડિવિઝન મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને રતલામ માં વધારો કર્યો છે. પુણે રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્લેટફોર્મ ટીકીટના ભાવ વધારવા પાછળ તેમનો આશય કોરોનાના કાળમાં પ્લેટફોર્મ પર ભેગી થતી ભીડને ટાળવાનો છે અને ભવિષ્યમાં ફરી વધેલા ભાવો ઘટાડી દેવાશે એમ પણ રેલવે દ્વારા કહેવાયું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com