આવતા ચાર દિવસ દરમિયાન કોંકણ, ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં વીજળીના પ્રચંડ કડાકા, મેઘગર્જના તોફાની પવાન સાથે વરસાદી માહોલ સર્જાય તેવા કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યા છે. સાથો સાથ અમુક સ્થળે કરા પડવાની પણ શક્યતા છે.
હાલ હવાના હળવા દબાણનો પટ્ટો કોકણ અને ગોવા થઇને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો પર થઇને રાજસ્થાન સુધી ફંટાયેલો છે. સાથો સાથ આકાશમાં બે વિરુદ્ધ દિશાના પવનોની જબરદસ્ત ટક્કર પણ થઇ રહી છે. આવા બદલાયેલા પ્રાકૃતિક પરિબળોને કારણે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે.
વેકસીન લીધા પછી પણ કોરોના થાય છે? જાણો વેકસીન લીધા પછી કેટલા ટકા લોકોને કોરોના થાય છે.