ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
દેશની રાજધાની નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે સવારે ભારે વરસાદ પડ્યો છે. સવારે 4.30 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો, જે અત્યાર સુધી ચાલુ છે. વરસાદને કારણે ઘણી જગ્યાએથી પાણી ભરાવાની તસવીરો બહાર આવી છે. દિલ્હીમાં શનિવારે વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઇન્દિરા ગાંધી એરપોર્ટના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયાં છે. એરપોર્ટ રોડ પણ વરસાદના કારણે ખરાબ હાલતમાં છે. રસ્તાઓ પર માત્ર પાણી જ દેખાય છે. ફ્લાયઓવરની પાસે થોડા કલાકના વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયાં છે.
ગુજરાતમાં લાંબા સમયથી 'સી.એમ ઈન વેઈટિંગ' એવા આ વ્યક્તિ બની શકે છે મુખ્યમંત્રી.
મુશળધાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદ અને ભારે પવન વચ્ચે દિલ્હીના તાપમાનમાં ઘટાડો થયો છે. ખાસ વાત એ છે કે 2010 પછી આ પ્રથમ વખત છે, જ્યારે દિલ્હીમાં વરસાદનો આંકડો 1000 મિમીને પાર કરી ગયો છે. આ વખતે 11 વર્ષમાં દિલ્હીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
રેકૉર્ડબ્રેક વરસાદ બાદ આખું દિલ્હી થયું જળમગ્ન, એરપોર્ટ પર 'તરતા' દેખાયાં વિમાન; જુઓ વીડિયો #delhi #rain #WaterLogging #DelhiAirport pic.twitter.com/dvfO96S1Yq
— news continuous (@NewsContinuous) September 11, 2021