News Continuous Bureau | Mumbai
રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે પણ રાજ્યના અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. ચાલુ અઠવાડિયાના બાકી દિવસો દરમિયાન માવઠાની વકી છે. વરસાદી માહોલ બનવાથી તાપમાનમાં પણ ઘટાડો નોંધાવાની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને બોટાદમાં વીજળીના કડકા અને ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો
