ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 13 એપ્રિલ 2021
મંગળવાર
ભારતીય મોસમ વિભાગે ભારતના અનેક રાજ્યોમાં એકાએક વરસાદ પડવાની ચેતવણી આપી છે. સાથે જણાવ્યું છે કે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન વાશે.
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ બંગાળ અને ઓરિસ્સામાં જોરદાર વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત દક્ષિણ ના રાજ્ય એટલે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના તટીય વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
આમ એક તરફ જ્યાં ગરમીનો પ્રકોપ છે ત્યાં બીજી તરફ વરસાદનું અનુમાન છે.
મુસલમાનોને અપીલ કરવાનું મમતાને ભારે પડ્યું, હવે ૨૪ કલાક ની સજા થઈ. જાણો વિગત