ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રનું હવામાન અત્યારે બંગાળમાં ઉદ્ભવેલા નવા વાવાઝોડાને કારણે બદલાઈ રહ્યું છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૪૮ કલાકમાં ઉત્તર કોંકણ, દક્ષિણ કોંકણ, અમરનગર, પુણે, કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, ઔરંગાબાદ, જાલના, પરભણી, હિંગોલી જેવા વિસ્તારમાં મેઘગર્જના સાથે વરસાદ ચાલુ રહેશે. બીજી તરફ મુંબઈ શહેરમાં વાદળાં રહેશે, પરંતુ તાપમાન વધવાને કારણે ભારે બફારો પેદા થશે.
આમ હાલ મહારાષ્ટ્રમાં પર્યાવરણ અને ઋતુ બદલાઈ ગયાં છે.
