News Continuous Bureau | Mumbai
Rainfall: રાજ્યના કેટલાક વિસ્તારોમાં યલ્લો ( Yellow Alerts ) અને રેડ એલર્ટ ( Red Alerts ) હવામાન વિભાગે ( IMD ) જારી કર્યું છે. તેમાં પણ કચ્છ અને મોરબીમાં ( Morbi ) યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિઝનમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં ( Kutch ) જોવા મળ્યો છે ત્યારે વધુ વરસાદની આગાહી ( Rain forecast ) કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહીતના અન્ય વિસ્તારોમાં પણ યલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે.
વરસાદ આ સિઝનમાં સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી રહ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ અને મોરબી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Vadodara: બે કાંઠે વહેતી મહિ નદીના ધસમસતા પાણીમાં બે મહિલાઓએ મોતની છલાંગ લગાવી, એકને માછીમારોએ બચાવી, અન્ય એક લાપતા
જામનગર, પોરબંદર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કરવામાં આવી છે. તેમાં પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં પણ યલ્લો એલર્ટ જારી કરાયું છે.
ઉત્તર ગુજરાતમાં પાટણ, હારીજ સહીતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.