મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના સંસ્થાપક અને અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray) એ વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નું નામ લીધા વગર જોરદાર કટાક્ષ કર્યો છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના નસીબને પોતાની મહેનતનું ફળ સમજી બેસે છે ત્યારથી તેનું પતન શરૂ થાય છે.
આ ટ્વિટમાં રાજ ઠાકરે એ કોઈનું નામ લખ્યું નથી પરંતુ એ વાત સર્વ વિદિત છે કે ઉદ્ધવ ઠાકરે માટે જ આ લખ્યું છે.