નેતાઓ જે ઝડપે રંગ બદલે છે તેનાથી ઝડપી રીતે મુંબઈનો મોસમ પણ બદલાતો નથી.મહારાષ્ટ્રની રાજનીતિમાં હમણાં એવું જ કશું જોવા મળી રહ્યું છે.
એક જમાનામાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પરપ્રાંતીઓ નો મુદ્દો ઉઠ્યો હતો. તેમજ અનેક જગ્યાએ પરપ્રાંતિયોની પીટાઈ કરી હતી. એવા સંખ્યાબંધ દાખલા છે જ્યાં તેમણે ભૈયા ઓને ને રાજ્યની બહાર ધકેલી દીધા હોય. હવે આ રાજ ઠાકરે પોતાનો અસલી રંગ બદલી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે જે માટે લોકોને આકર્ષવા ભોજપુરી ભાષામાં બેનર લગાડ્યા છે. અગાઉ તેમણે ગુજરાતી ભાષામાં બેનર લગાડ્યા હતા.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એક વર્ષ પછી છે. આથી રાજ ઠાકરેની પાર્ટી તેની તૈયારી કરી રહી છે.
