રાજસ્થાન સરકાર પરથી સંકટ ટળ્યું, મુખ્યમંત્રી અશોક ગેહલોતે જીતી લીધો વિશ્વાસ મત

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

14 ઓગસ્ટ 2020 

રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી ચાલતાં રાજકીય ઘમાસાણનો અંત આવ્યો છે. કોંગ્રેસના સચિન પાયલટ નારાજ થઈને કેસરિયા અપનાવવા જવાના છે એવી અટકળોનો પગલે ગેહલોત સરકાર પર સંકટ ઊભું થયું હતું. પરંતુ આજે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સદનમાં વિશ્વાસનો મત જીતી લીધો છે. આ સાથે જ 21 ઓગસ્ટ સુધી વિધાનસભા સ્થગિત કરી દેવાઈ છે. 

રાજસ્થાન સરકારે વિધાનસભામાં ધ્વનિમતની મદદથી વિશ્વાસમત જીતી લીધો છે, નોંધનીય છે કે ભાજપ દ્વારા સદનમાં ગેહલોત સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. લાંબા વિવાદ બાદ આજે ફરી સચિન પાયલોટ પોતાના સાથીઓ સાથે સદનમાં પહોંચ્યા હતા. જો કે વિધાનસભામાં સીટ બદલાતા પાછળ ગેલેરીમાં બેસવાનો વારો આવ્યો હતો

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment