ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 જુલાઈ 2020
રાજસ્થાનના રાજકીય નાટકમાં નવો વળાંક આવ્યો છે. બીએસપીએ છ ધારાસભ્યોને નોટિસ ફટકારી છે. એક નિવેદનમાં બસપાના જનરલ સેક્રેટરીએ કહ્યું, “તમામ છ ધારાસભ્યોને અલગ અલગ નોટિસ ફટકારવામાં આવી છે જેમાં તેમને જાણ કરવામાં આવી છે કે બસપા એક માન્ય રાષ્ટ્રીય પક્ષ છે અને તેઓ બસપાના‘ વ્હિપ ’ને અનુસરવા માટે બંધાયેલા છે, જો તેઓ પાર્ટીનો આદેશ નહીં માને તો તેઓને ગેરલાયક ઠરાવવામાં આવશે." બસપા એ આવી નોટિસ જારી કરવી પડી છે. કારણ કે, રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય તોફાનમાં કયાંક તેમની પાર્ટીના સભ્યો હોર્સ ટ્રેડિંગ નો ભોગ ન બની જાય..
ઉલ્લેખનીય છે કે સંદીપ યાદવ, વજીબ અલી, દીપચંદ ઘેરિયા, લખન મીણા, જોજેન્દ્ર અવના અને રાજેન્દ્ર ગુધાએ બસપાની ટિકિટ પર 2018 ની વિધાનસભાની ચૂંટણી જીતી હતી. તેઓએ ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ સાથે જૂથ તરીકે મર્જર માટે અરજી કરી હતી. સ્પીકરે બે દિવસ બાદ આદેશ આપ્યો હતો કે છ ધારાસભ્યોને કોંગ્રેસના અભિન્ન અંગ તરીકે માનવામાં આવશે." નોંધનીય છે કે આ મર્જર અશોક ગેહલોતની આગેવાની વાળી સરકાર માટે કરવામાં આવ્યું હતું, કારણ કે 200 ના ગૃહમાં બસપાના મળીને કોંગ્રેસની કુલ સંખ્યા 107 થઈ હતી..
આમ અશોક ગહલોતને મોટો ઝટકો લાગયોછે એકબાજુ, કોંગ્રેસના 19 ઘારાસભ્યો ગુમાવ્યા છે અને બીજીબાજુ બસપાના 6 ધારાસભ્યોનું પણ ઢચુ-પચુ થયી રહ્યું છે. આ બધી અફડાતફડી વચ્ચે ભાજપના એક ધારાસભ્યએ શુક્રવારે રાજસ્થાન હાઇકોર્ટમાં બસપાના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડાણ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com