ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
રાજસ્થાન સરકારે ટોકિયો પેરાલમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ માટે ઇનામની જાહેરાત કરી છે.
ગેહલોત સરકારે અવની લેખરાને ગોલ્ડ મેડલ જીતવા પર 3 કરોડ, દેવેન્દ્ર ઝાઝરીયાને સિલ્વર મેડલ જીતવા પર 2 કરોડ અને સુંદર સિંહ ગુર્જરને બ્રોન્ઝ મેડલ જીતવા પર 1 કરોડ આપવાની જાહેરાત કરી છે.
અશોક ગેહલોતે કહ્યું કે ત્રણ ખેલાડીઓ પહેલા રાજ્ય સરકારના વન વિભાગ માં એસીએફના પદ પર નિયુક્તી મેળવી શકે છે.
ભારતીય પેરા રમતવીરોએ ભારતનો ધ્વજ લહેરાવ્યો. ટોક્યો પેરાલિમ્પિક્સને હજુ માત્ર 6 દિવસ થયા છે, પરંતુ 7 મેડલ ભારતના ખાતામાં પડ્યા છે. તેમાંથી સોમવારે માત્ર 2 કલાકના ગાળામાં રમાયેલી ત્રણ રમતોમાં ભારતે 4 મેડલ જીત્યા છે.
ભારત સાથે સારા સંબંધો રાખવા માંગે છે તાલિબાન, ભારત-પાકિસ્તાન પર કહી આ વાત; જાણો વિગતે
