ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
જયપુર
14 જુલાઈ 2020
રાજસ્થાનમાં રાજકીય કટોકટી વધુ ગહેરાઈ છે. સચિન પાયલટને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તેમજ અધ્યક્ષ પદેથી પણ હટાવાયા છે. જેમની જગ્યાએ ગોવિંદસિંહ રાજસ્થાન કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યાં છે.
રાજસ્થાનમાં કોંગ્રેસના બીજા નંબરના નેતા સચિન પાયલોટે કરેલા ખુલ્લા બળવાથી રાજ્યની પાર્ટીની સરકાર કટોકટીની સ્થિતિમાં પરિણમી છે. એક દિવસની અનિશ્ચિતતા અને જોરદાર બેઠકો બાદ, પાર્ટીએ ઓછામાં ઓછા 100 ધારાસભ્યોને સાંજના સમયે કોઈ રિસોર્ટમાં ભેગાં કરવાં પડ્યાં હતાં જે સંકેત છે કે સંકટ હજી ટળ્યું નથી.
કોંગ્રેસના નિવેદનમાં કહેવાયું છે કે, "સચિન પાયલોટને પાર્ટીએ ખૂબ બદલો આપ્યો છે, પરંતુ પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ ને નકારવા બદલ ટોચના યુવા નેતા, સચિન પાયલોટ સાથેના તેના સંબંધો સમાપ્ત થયા છે. આર.સુર્જેવાલાએ કહ્યું કે, " સચિન પાયલોટએ આવીને અમારી સાથે વાત કરવી જોઈએ. સચિન પાયલોટ જે રીતે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારને અસ્થિર કરવાનું કામ કરી રહ્યા છે, જેને લીધે તેમના પર કડક પગલાં લેવાં પડ્યાં છે."
બીજીબાજુ આ જાહેરાત બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલને મળીને પોતાની વાત જણાવી હતી. પરંતુ રાજ ભવનમાંથી બહાર આવ્યા બાદ તેમણે મીડિયા સાથે વાત કરી ત્યારે તેમની પાસે કેટલું સંખ્યા બળ છે. તે જણાવવામાં નિષ્ફળ રહ્યા હતા..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com