ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
જયપુર
21 જુલાઈ 2020
રાજસ્થાન સરકારે રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. સીબીઆઈએ રાજ્યમાં કોઈ નવા કેસની તપાસ કરતાં પહેલાં લેખિતમાં અશોક ગેહલોત સરકારની સંમતિ લેવી પડશે. આમ, રાજસ્થાન દેશનું ચોથું રાજ્ય બન્યું છે જ્યાં સરકારની મંજૂરી વિના CBI તપાસ નહીં કરી શકે. અગાઉ છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સીધી સીબીઆઈ તપાસ પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે.
આ નિર્ણયને કોંગ્રેસના ધારાસભ્ય સામે ચાલી રહેલી સીબીઆઈ તપાસ સાથે જોડીને જોવાઈ રહી છે. સાથે જ સરકારના આ નિર્ણયને ફોન ટેપીંગની અને હોર્સ ટ્રેડિંગ સાથે જોડાયેલા ઓડિઓ ટેપના કેસ સાથે જોડવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બે દિવસ પહેલા જ રાજ્યના મુખ્ય સચિવ પાસે, સરકારે કરેલાં ફોન ટેપીંગ અંગે રિપોર્ટ માગ્યો છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર ગેહલોત સરકારને એવી માહિતી મળી હતી કે, 'સીબીઆઈ ફોન ટેપીંગ અને ઓડિઓ વાયરલ થવાના મામલાને તેમની વધુ પુછપરછ કરી શકે છે.' આનાથી બચવા માટે જ રાજસ્થાન સરકારે ખાસ નિવેદન જારી કરી રાતોરાત સીબીઆઈ પર પ્રતિબંધ મુક્યો છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com