Site icon

ચોંકાવનાર સમાચાર : રાજસ્થાનના અલવરની સરકારી શાળાના ૧૫ શિક્ષકો પર બળાત્કારનો કેસ

Monsoon Session: Marital rape is still not a crime... Modi government is avoiding touching this sensitive issue even in the new law

Monsoon Session: Marital rape is still not a crime... Modi government is avoiding touching this sensitive issue even in the new law

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

 

રાજસ્થાનમાં બળાત્કારની અન્ય એક ઘટનામાં ૧૧ વર્ષની સગીરાએ સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે. આ બાળકી પર એક પુરુષ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાના સંદર્ભમાં ખેડવાડા પોલીસ સ્ટેશનમાં ૧૯ વર્ષના યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે આરોપી અને પીડિતાના કાકા ગુજરાતમાં એક સાથે કામ કરતા હતાં. ગયા વર્ષે ગુજરાતથી પરત ફર્યા પછી આરોપી પીડિતાના મકાનમાં રોકાયો હતો. ત્યારથી આરોપી પીડિતાના સંપર્કમાં આવ્યો હતો. રાજસ્થાનના અલવર જિલ્લાની એક સરકારી શાળાના આચાર્ય સહિત ૧૫ શિક્ષકો પર પાંચ વિદ્યાર્થિનીઓ પર સામૂહિક બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે આ સંદર્ભમાં કેસ દાખલ કરી લીધો છે.  પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા થઇ રહી છે કે આ શાળાના પૂર્વ શિક્ષક દ્વારા બદલો લેવા અને સતામણી કરવા સાથે જાેડાયેલો કેસ હોઇ શકે છે. આ શિક્ષકની ગત ડિસેમ્બરમાં ત્રણ વિદ્યાર્થિનીઓનીછેડતી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જાે કે થોડાક સમય પછી તેમને જામીન મળી ગયા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદ દાખલ કરનારી વિદ્યાર્થિનીઓએ મેડીકલ તપાસ કરાવવાનો ઇનકાર કરી દીધો છે. ભિવાડીના સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ રામ મૂર્તિ જાેશીએ જણાવ્યું છે કે આ ઘટનાની ઉંડી તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ની રચના કરવામાં આવી છે. જાેશીએ વધુમાં જણાવ્યું છે કે મંગળવાર રાતે અલવરના ભિવાડીના માનધન પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીઓ દ્વારા ત્રણ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા પછી પ્રિન્સિપાલ અને પાંચ મહિલાઓ સહિત ૧૪ શિક્ષકો પર ઇન્ડિયન પીનલ કોડ(આઇપીસી) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ(પોક્સો) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જાેશીએ જણાવ્યું છે કે એફઆઇઆરમાં શાળાના સમગ્ર સ્ટાફનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓએ મેડીકલ તપાસનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટમાં તેમના નિવેદન લેવામાં આવશે. આ ઘટના પછી રાજસ્થાન ભાજપે રાજ્યના મુખેયપ્રધાન ગેહલોતના રાજીનામાની માગ કરી છે. સગીર વિદ્યાર્થિનીઓએ આરોપ મૂક્યો છે કે મહિલા શિક્ષકોની મદદથી પુરુષ શિક્ષકો સામૂહિક બળાત્કાર ગુજારતા હતાં. જાેશીએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગત ડિસેમ્બરમાં ધરપકડ પછી જામીન પર મુક્ત થયેલા પૂર્વ શિક્ષકે પાંચ વિદ્યાર્થિનીઓને શાળાના શિક્ષકો સામે કેસ દાખલ કરવા સમજાવ્યા હતાં. તે  વિદ્યાર્થિનીઓને પોલીસ સ્ટેશન  સુધી પણ લઇ ગયો હતો અને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પૂર્ણ થઇ નહીં ત્યાં સુધી તે પોલીસ સ્ટેશનની બહાર ઉભો રહ્યો હતો.

બિપીન રાવતના નિધન પર પાકિસ્તાની સેના ને દુઃખ થયું. આપ્યો આ સંદેશ
 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version