ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર
રાજસ્થાનમાં રાજકીય હલચલ વધુ તેજ બની છે.
અહેવાલ છે કે ગેહલોત સરકારના ત્રણ મંત્રીઓએ રાજીનામું આપવાની રજૂઆત કરી છે. જેમાં રઘુ શર્મા, ગોવિંદ ડોટાસરા અને હરીશ ચૌધરીનું નામ સામેલ છે.
રાજસ્થાન કેબિનેટના ત્રણ આશાસ્પદ મંત્રીઓએ આજે સોનિયા ગાંધીને પત્ર લખીને મંત્રી પદ છોડવાની રજૂઆત કરી છે.
આ સાથે જ તેમણે પાર્ટી માટે કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે બે દિવસ પહેલા કેબિનેટની પુનઃરચના અને મંત્રીઓની આ જ પદ પર કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી.