મહારાષ્ટ્રને માસ્ક મુક્ત કરવાને લઈને આરોગ્ય પ્રધાને કહી દીધી મોટી વાત.. જાણો વિગત,

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022  

ગુરુવાર.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. લગભગ ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. તેથી ફરી એક વખત મહારાષ્ટ્રને માસ્ક મુક્ત કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ટાસ્ક ફોર્સ અને કેન્દ્ર સરકાર સાથે આ બાબતે ચર્ચા થઈ હોવાનું કહ્યું હતું. 

મહારાષ્ટ્રમાં  કોરોનાના દર્દીઓ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. ત્યારે શું મહારાષ્ટ્ર માસ્ક મુક્ત બનશે એવા સવાલોએ ફરી જોર પકડયું છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આજે આ અંગે મહત્વની માહિતી આપી છે. 

TMCએ અમિત શાહ-પ્રિયંકા ગાંધી પર લગાવ્યા આ આરોપ, ચૂંટણી પંચ પાસે કરી કડક કાર્યવાહીની માંગ; જાણો વિગતે

કોલ્હાપુરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાજેશ ટોપેએ કહ્યું કે પશ્ચિમી દેશોએ તેમના દેશોને માસ્ક ફ્રી કરી દીધા છે. આપણે ત્યાં આ શક્ય છે કે કેમ તેનો અભ્યાસ કરવાની જરૂર છે. કેન્દ્ર અને રાજ્ય ટાસ્ક ફોર્સને આ બાબતે પુછવામાં આવ્યું છે.
કોરોના નિયંત્રણમાં હોવાથી હવે પ્રતિબંધો વધારવાનું કોઈ કારણ નથી. હવે પ્રતિબંધો ઓછા થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી ઠાકરેએ આપ્યો હોવાનું પણ રાજેશ ટોપેએ કહ્યું હતું. મહારાષ્ટ્રને માસ્કથી મુક્ત જ કરવું જોઈએ એવું જરૂરી નથી. પરંતુ માસ્ક જયાં હટાવી દેવામાં આવ્યો છે ત્યાં પરિસ્થિતિ અને તેમના વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More