ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020
તમિળ ફિલ્મ્સના સુપરસ્ટાર રજનીકાંતે એક વિશાળ જાહેરાત કરી કહ્યું કે તેમની હાલની તબિયતને ધ્યાનમાં રાખીને તેઓ પોતાનો રાજકીય પક્ષ શરૂ કરશે નહીં. હોસ્પિટલમાંથી રજા આપ્યાના બે દિવસ પછી, અભિનેતાએ નિવેદન બહાર પાડી પુષ્ટિ કરી હતી કે તે રાજકારણમાં જોડાઈ રહયાં નથી. તમિળ મેગાસ્ટારે કહ્યું કે તેમની તાજેતરની તબિયત ભગવાનની ચેતવણી રૂપે આવી છે.
હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાંથી રજા આપ્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે. હાલ તેમના બ્લડ પ્રેશરના વધઘટની સારવાર કરવામાં આવી રહી છે. 70 વર્ષના રજનીકાંતને કિડની, હાયપરટેન્શન અને વયને ધ્યાનમાં રાખીને તાણથી બચવા માટે એક અઠવાડિયાનો સંપૂર્ણ બેડ રેસ્ટ કરી આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ગંભીર હાયપરટેન્શન અને થાકને લીધે તેમને 25 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ અગાઉ ક્રૂના ચાર સભ્યોને COVID-19 પોઝિટિવ આવ્યાં બાદ તેમનું પણ COVID પરીક્ષાના કરવામાં આવું હતું. જોકે, રજનીકાંત નું રિઝલ્ટ નકારાત્મક આવ્યું હતું. આમ હાલતો પોતાની ખરાબ તબિયત નું બહાનું ધરી તેમને રાજકારણ થી દુર રહેવાની જાહેરાત કરી છે.
