અમદાવાદ બાદ હવે રાજકોટને મળશે વંદે ભારત ટ્રેન, સાંસદે કરી જાહેરાત, જાણો કયા મહિનાથી શરૂ થશે..

ગુજરાતના સૌરાષ્ટ્રમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને સારા સમાચાર આવ્યા છે.

by Dr. Mayur Parikh
Stone pelting on Vande Bharat train will be heavy will be jailed for 5 years Railways warned

 News Continuous Bureau | Mumbai

ગુજરાતના સૌરાષ્ટ્રમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને સારા સમાચાર આવ્યા છે. આગામી જૂન મહિનાથી રાજકોટને ( Rajkot  ) વંદે ભારત ટ્રેનની સેવા ઉપલબ્ધ થશે. ડબલ ટ્રેક કામ અને ઇલેક્ટ્રિક લાઈન કામ પૂર્ણ થયા બાદ રાજકોટને વંદે ભારત ટ્રેનનો ( Vande Bharat train ) લાભ મળશે. મહત્વનું છે કે હાલ રેલવે દ્વારા યુદ્ધના ધોરણે સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક કામ ચાલી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુંબઈ સુધી વંદે ભારત ટ્રેન દોડે છે. પરંતુ વંદે ભારત ટ્રેનની સુવિધા સૌરાષ્ટ્રને આપવાની માંગ સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વેષ્ણવને પત્ર પણ લખ્યો હતો. ત્યારે હવે જૂન મહિનાથી રાજકોટમાં વંદે ભારત ટ્રેન દોડશે તેવું સાંસદ મોહન કુંડારિયાએ નિવેદન આપ્યુ છે.

આ સમાચાર પણ વાંચો : નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની ઝુંબેશે વેગ પકડ્યો .

Join Our WhatsApp Community

You may also like