258
Join Our WhatsApp Community
દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે આખરે રાજકારણને કાયમ માટે અલવિદા કહેવાનુ નક્કી કરી લીધુ છે.
તેમણે ચૂંટણી લડવાનો પ્લાન રદ્દ કર્યો છે અને તેમના રાજકીય પક્ષ રજની મકકલ ને પણ વિખેરી નાખ્યો છે
રજનીકાંતે કહ્યુ કે, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની કોઈ યોજના નથી. હવે મારુ સંગઠન રજની રસીગર નરપાની મંદરામના નામથી લોકોના હિત માટે કામ કરતુ રહેશે.
ઉલ્લેખનીય છે કે રજનીકાંતે 29 ડિસેમ્બર 2020ના રોજ એલાન કર્યુ હતુ કે, હું રાજનીતિમાં આવવાનો નથી. પરંતુ હાલમાં જ તેમણે ફરી કહ્યુ હતુ કે, રાજનીતિમાં ઝંપલાવવા માટે હું ચર્ચા કરીશ.
જોકે હવે પોતાની પાર્ટીને વિખેરી કાઢીને તમામ અટકળો પર રજનીકાંતે પૂર્ણવિરામ મુકી દીધુ છે.
You Might Be Interested In