Rajya Sabha Elections 2024: ભાજપની રિટર્ન ગિફ્ટ! જોડાયાના 24 કલાકમાં જ અશોક ચવ્હાણ રાજ્યસભાના ઉમેદવાર જાહેર; તો મિલિંદ દેવરાને પણ..

Rajya Sabha Elections 2024: અશોક ચવ્હાણ પહેલા કોંગ્રેસ છોડી ચૂકેલા મહારાષ્ટ્રના દિગ્ગજ રાજનેતા મિલિંદ દેવરાને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાયા હતા. રાજ્યમાં કોંગ્રેસને અલવિદા કહેનારા મોટા નામોમાં અશોક ચવ્હાણ અને મિલિંદ દેવરા ઉપરાંત બાબા સિદ્દીકીનું નામ પણ સામેલ છે. તેઓ ડેપ્યુટી સીએમ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

by kalpana Verat
Rajya Sabha Elections 2024 BJP, Shinde Sena choose Ashok Chavan, Milind Deora as Rajya Sabha poll candidates days after Cong exit

News Continuous Bureau | Mumbai 

Rajya Sabha Elections 2024: કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં અશોક ચવ્હાણની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનું નામ પણ સામેલ છે. પાર્ટીએ આજે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને એલ મુરુગનને મધ્યપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે શરદ પવાર જૂથની NCP અને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ હજુ સુધી તેમના ઉમેદવારોની જાહેરાત કરી નથી.

મહારાષ્ટ્રમાંથી ત્રણ નામોને મંજૂરી 

ભાજપની કેન્દ્રીય સમિતિએ ગુજરાતમાંથી ચાર અને મહારાષ્ટ્રમાંથી ત્રણ નામોને મંજૂરી આપી છે. ગુજરાતના ઉમેદવારોમાં ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને ડૉ. જસવંતસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી મેધા કુલકર્ણી અને ડૉ.અજીત ગોપાચડેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે  અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી.

મિલિંદ દેવરાને પણ મળી આ ભેટ 

અશોક ચવ્હાણ પહેલા કોંગ્રેસ છોડી ચૂકેલા મહારાષ્ટ્રના દિગ્ગજ રાજનેતા મિલિંદ દેવરાને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાયા હતા. રાજ્યમાં કોંગ્રેસને અલવિદા કહેનારા મોટા નામોમાં ચવ્હાણ અને દેવરા ઉપરાંત બાબા સિદ્દીકીનું નામ પણ સામેલ છે. તેઓ ડેપ્યુટી સીએમ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

આ સમાચાર પણ વાંચો : PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના ખેડૂત લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજીયાત, ગુજરાત સરકાર આ તારીખે સુધી ચલાવશે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ.

 27 ફેબ્રુઆરીએ યોજાશે રાજ્યસભાની ચૂંટણી 

તમને જણાવી દઈએ કે રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. જરૂર પડશે તો 27મી ફેબ્રુઆરીએ મતદાન થશે.

રાજ્યસભાની છ બેઠકો ખાલી છે

મહારાષ્ટ્રમાંથી, વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન, MSME મંત્રી નારાયણ રાણે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, કોંગ્રેસ નેતા કુમાર કેતકર, NCP નેતા વંદના ચવ્હાણ અને શિવસેના (UBT) નેતા અનિલ દેસાઈનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. દરમિયાન શિવસેના અને એનસીપી વચ્ચેના ભાગલા પછી મહારાષ્ટ્રમાં પ્રથમ વખત રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે, તેથી પરિણામ ઘણું રસપ્રદ હશે. 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More