News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Eletion)હવે પ્રતિષ્ઠાનો જંગ બની છે. અહીં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સામે કોંગ્રેસ(Congress), રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) અને શિવસેના(Shivsena)ના ઉમેદવાર મેદાને છે. બીજી તરફ અપક્ષોના ભાવ ગણા વધી ગયા છે. શિવસેના પાર્ટી દાવો કર્યો છે કે બાર અપક્ષો તેમને સપોર્ટ કરી રહ્યા છે અને શિવસેનાના ધારાસભ્યો(MLA)ની સાથે હોટલમાં રોકાયા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના નેતા અબુ આઝમી(Abu Azmi)એ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)અને ઉપમુખ્યમંત્રી અજિત પવાર(Deputy CM Ajit Pawar) સાથે મિટિંગ કરી છે. જોકે અત્યાર સુધી તેમણે સ્પષ્ટતા કરી નથી કે તેઓ કોને વોટ આપવા જઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો :ઓ તારી- મુંબઈ શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો. લોકો પરેશાન – જાણો મુંબઈમાં કેટલા રખડતા શ્વાન છે
ઉલ્લેખનીય છે કે એમ આઈ એમ(MIM) ના નેતા સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી(BJP)ને મત નહીં આપે પરંતુ મહા વિકાસ આઘાડી(MVA Govt)ને મત આપવો કે નહીં તે સંદર્ભે તેમણે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી.
ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ ધારાસભ્યો(MLA)ને મુંબઈની એક પાંચ સિતારા હોટલ(Five star hotel)માં રાખ્યા છે. મહારાષ્ટ્રના તમામ ધારાસભ્યો વોટિંગ કરશે પરંતુ નવાબ મલિક(Nawab Malik) અને અનિલ દેશમુખ (Anil Deshmukh)વોટિંગ કરશે કે નહીં તે સંદર્ભે સસ્પેન્સ બરકરાર છે. આવા સમયે રસાકસી વધી ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે કોના કપાય છે.