Site icon

મહારાષ્ટ્ર માં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ- જોરદાર રસીખેંચ ચાલુ-એમ આઈ એમ પછી અબુ આઝમીએ આપ્યું નિવેદન- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Eletion)હવે પ્રતિષ્ઠાનો જંગ બની છે. અહીં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સામે કોંગ્રેસ(Congress), રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) અને શિવસેના(Shivsena)ના ઉમેદવાર મેદાને છે. બીજી તરફ અપક્ષોના ભાવ ગણા વધી ગયા છે. શિવસેના પાર્ટી દાવો કર્યો છે કે બાર અપક્ષો તેમને સપોર્ટ કરી રહ્યા છે અને શિવસેનાના ધારાસભ્યો(MLA)ની સાથે હોટલમાં રોકાયા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના નેતા અબુ આઝમી(Abu Azmi)એ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)અને ઉપમુખ્યમંત્રી અજિત પવાર(Deputy CM Ajit Pawar) સાથે મિટિંગ કરી છે. જોકે અત્યાર સુધી તેમણે સ્પષ્ટતા કરી નથી કે તેઓ કોને વોટ આપવા જઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :ઓ તારી- મુંબઈ શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો. લોકો પરેશાન – જાણો મુંબઈમાં કેટલા રખડતા શ્વાન છે

ઉલ્લેખનીય છે કે એમ આઈ એમ(MIM) ના નેતા સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી(BJP)ને મત નહીં આપે પરંતુ મહા વિકાસ આઘાડી(MVA Govt)ને મત આપવો કે નહીં તે સંદર્ભે તેમણે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી.

 ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ ધારાસભ્યો(MLA)ને મુંબઈની એક પાંચ સિતારા હોટલ(Five star hotel)માં રાખ્યા છે. મહારાષ્ટ્રના તમામ ધારાસભ્યો વોટિંગ કરશે પરંતુ નવાબ મલિક(Nawab Malik) અને અનિલ દેશમુખ (Anil Deshmukh)વોટિંગ કરશે કે નહીં તે સંદર્ભે સસ્પેન્સ બરકરાર છે. આવા સમયે રસાકસી વધી ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે કોના કપાય છે.

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version