News Continuous Bureau | Mumbai
Ram Mandir: હાલ અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ( Ram Mandir Pran Pratistha Mohotsav ) દેશભરમાં જોરદાર તૈયારીઓ ચાલુ છે. ત્યારે આ દિવસને વધુ ભવ્ય બનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકારે 22 જાન્યુઆરીના દિવસે જાહેર રજાનું એલાન કર્યું છે. તો હવે મહારાષ્ટ્રમાં ( Maharashtra ) મહાયુતિ સરકાર પણ આ દિવસે જાહેર રજા ( holiday ) તરીકે જાહેર કરે તેવી શક્યતાઓ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, શિવસેનાના વિધાનસભ્ય (શિંદે જૂથ) પ્રતાપ સરનાઈક બાદ ભાજપના ધારાસભ્ય ( BJP MLA ) અતુલ ભાતખલકર, મંત્રી મંગલ પ્રભાત લોઢાએ પણ મુખ્યમંત્રી એકનાથ શિંદે ( Eknath Shinde ) પાસે માંગણી કરી છે. કે 22 જાન્યુઆરીએ જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવે અને ખાનગી સંસ્થાઓને પણ આ સૂચનાઓ આપવામાં આવે. તેથી શક્યતાઓ છે કે પ્રતિનિધિઓ અને જનતાની લાગણીઓને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં 22 જાન્યુઆરીને જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવી શકે છે.
દરેક જગ્યાએ દિવાળીની જેમ થશે ઉત્સવ..
22 જાન્યુઆરીએ સદીઓના સંઘર્ષ બાદ રામલલા અયોધ્યામાં બનેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે. તમામ ભારતીયો માટે આ એક મહત્વપૂર્ણ અને ખૂબ જ લાગણીભર્યો દિવસ છે. તે દિવસે દરેક જગ્યાએ દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવશે. તો આ સંદર્ભે ભાતખલકરે મુખ્યમંત્રી એકનાથ શિંદેને 22 જાન્યુઆરીને જાહેર રજા તરીકે જાહેર કરવા વિનંતી કરી છે. જેથી કરીને મહારાષ્ટ્રના લોકો પણ આ ભવ્ય ઉત્સવમાં ભાગ લઈ શકે અને આ ઘટનાના સાક્ષી બની શકે.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir : શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે દરેકના ઘરે આપવામાં આવેલ ચોખાનું હવે શું કરવુ? કઈ રીતે તેનો ઉપયોગ કરવો..
પ્રાપ્ત માહિતી મુજબ, ધારાસભ્ય ભાતખલકરે ( Atul Bhatkhalkar ) આ અંગે માંગ પત્ર પણ મુખ્યમંત્રી એકનાથ શિંદેને આપ્યો છે. 22 જાન્યુઆરીએ ભારતના ઈતિહાસમાં એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. તેમ જ ભગવાન રામના આ મંદિરને બનાવવા માટે લગભગ સદીઓથી સંઘર્ષ કરવામાં આવ્યો છે. જેમાં સેંકડો રામ ભક્તોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. ત્યારે હવે આ મંદિરનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. બધા રામ ભક્તો આ દિવસની રાહ જોઈ રહ્યા છે. જ્યારે ભગવાન શ્રી રામ મંદિરમાં સ્થાપિત થશે. તે દિવસે દરેક ઘરમાં દીવા પ્રગટાવીને દિવાળી ઉજવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જો કે દરેક લોકોએ તે દિવસે અયોધ્યા જવું શક્ય નથી, પરંતુ તે દિવસે દરેક જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ પ્રકારના કાર્યક્રમો અને કાર્યોમાં ભાગ લેવા માટે ભાતખલકરે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં એવી માંગણી પણ કરી છે કે સરકારે તે દિવસને જાહેર રજા તરીકે જાહેર કરવી જોઈએ અને ખાનગી સંસ્થાઓને પણ આ સૂચનાઓ આપવી જોઈએ.