News Continuous Bureau | Mumbai
Ram Mandir: શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ( Prana Pratishtha ) તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આગામી 22 જાન્યુઆરી એ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. આ દિવસે ભગવાન રામલલા અયોધ્યાના ( Ayodhya ) રામ મંદિરમાં બિરાજશે. જેને લઈને સમગ્ર દેશમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન સોમવાર, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્ય ( Maharashtra ) દ્વારા જાહેર રજા ( public holiday ) જાહેર કરવામાં આવી છે. આ પહેલા ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હરિયાણા અને ગોવાની રાજ્ય સરકારોએ પણ 22 જાન્યુઆરીએ રજાની જાહેરાત કરી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે.

Ram Mandir Public holiday declared by Maharashtra state on Monday January 22 on the occasion of Ram Temple
આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir: કરી લો દર્શન, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાન રામના ચહેરાનું દિવ્ય ચિત્ર સામે આવ્યું, નિહાળો મનમોહક મુરત..
મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ( central government ) પણ 22 જાન્યુઆરીએ અડધી રજા જાહેર કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ ( DOPT ) એ પણ કર્મચારીઓને ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપતો આદેશ જારી કર્યો છે. આ એક્સટેન્શન નાણા મંત્રાલયના નોટિફિકેશનને અનુરૂપ છે
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અને ઘણા વીવીઆઈપીની હાજરીમાં ભવ્ય સમારોહ 22 જાન્યુઆરીથી શરૂ થશે. પૂજારીઓની એક ટીમ 22 જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરના અભિષેકની વિધિ કરશે.