Site icon News Continuous Bureau | Mumbai

Ram Mandir: રામ મંદિરમાં રામ લલાના અભિષેક બાદ રાજ ઠાકરેનું આવ્યુ આ મોટુ નિવેદન.. જાણો શું કહ્યું રાજ ઠાકરેએ..

Ram Mandir: આજે અયોધ્યામાં રામ મંદિરની રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે રાજ ઠાકરેએ પણ આ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપી છે. જુઓ અહીં તેમણે શું કહ્યું.

Ram Mandir This big statement came from Raj Thackeray after Ram Lala's Abhishek in Ram Mandir..

Ram Mandir This big statement came from Raj Thackeray after Ram Lala's Abhishek in Ram Mandir..

News Continuous Bureau | Mumbai 

Ram Mandir: આજે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં રામ લલ્લાનો અભિષેક સમારોહ યોજાયો હતો . આ પછી દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ પૂષ્ઠભૂમીમાં MNS પ્રમુખ રાજ ઠાકરેએ ( Raj Thackeray ) કાર સેવકો અને રામ મંદિર પર મોટું નિવેદન આપ્યું છે . રાજ ઠાકરેએ ‘X’ પર ભગવાન શ્રી રામની સુંદર મૂર્તિનો વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે લખ્યું છે કે, “આજે કાર સેવકોની ( Karsevaks  ) આત્માઓ પ્રસન્ન થઈ હશે અને 32 વર્ષ પછી આજે શરયુ નદી સુધી સર્વ તરફ હર્ષોલ્લાસ ઉભરાયો છે..

 અયોધ્યામાં અભિષેક વિધિ પૂર્ણ થઈ ગઈ છે. ..

તેમણે વધુમાં કહ્યું હતું કે અયોધ્યામાં ( ayodhya ram mandir ) અભિષેક વિધિ પૂર્ણ થઈ ગઈ છે. તેનિ સાથે મંદિર માટે સંઘર્ષ કરનારા ઘણા લોકોની રાહ પણ આજે પૂરી થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Ram Mandir Inauguration: અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ દેશમાં થયું હતું રામ મંદિરનુ ઉદ્દાઘટન.. જુઓ તસ્વીરો.

રામલલાના માથા પર સોનાનો મુગટ અને ગળામાં હીરા-મોતીનો હાર છે. આ સિવાય કાનમાં બુટ્ટી પણ છે. તેના હાથમાં સોનેરી ધનુષ્ય અને બાણ છે. રામ લલ્લાના અભિષેક સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્ભગૃહમાં રામ લલ્લાની મૂર્તિની વિધિવત પૂજા પૂર્ણ થઈ હતી. આ પછી પીએમ મોદીએ રામલલાની આરતી ઉતારી અને આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ બેઠકમાં હાજર હતા.

નોંધનીય છે કે, આ પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા શાલિગ્રામ ખડકમાંથી કોતરવામાં આવી છે. તે કાળા રંગનો પથ્થર છે. શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથોમાં શાલિગ્રામ પથ્થરને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Indian Railways ભારતીય રેલવેની મોટી ભેટ; દેશમાં 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી, આ રાજ્ય ને મળશે 200 થી વધુ નવી ટ્રેનો
Longest Day of the Year 2026 ૨૧ જૂન ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ, જાણો શું છે તેની પાછળનું ખગોળીય કારણ.
Amit Shah in Kolhapur કોલ્હાપુરમાં અમિત શાહનો હુંકાર ‘ભારત કોઈ ધર્મશાળા નથી’, એકએક ઘૂસણખોરને દેશમાંથી બહાર કાઢીશું
Exit mobile version