News Continuous Bureau | Mumbai
Ram Naik : મુંબઈના પર્યાવરણને વધુ સારું બનાવવા માટે CNG લાવનારા,આરામદાયક રેલ્વે પ્રવાસ માટે ‘મુંબઈ રેલ્વે વિકાસ નિગમ’ની સ્થાપના કરનાર, પ્રથમ મહિલા ટ્રેન શરૂ કરનાર, મુંબઈમાં ઘરોમાં પાઈપથી ગેસ પૂરો પાડનાર શ્રી રામ નાઈકને ‘પદ્મ ભૂષણ’થી નવાજીને માનનીય રાષ્ટ્રપતિએ સાચા મુંબઈકરનું સન્માન કર્યું છે, એમ મુંબઈ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય એડ.આશિષ શેલારે ભાવપૂર્ણ રીતે જણાવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી રામ નાઈકને ગઈકાલે ‘પદ્મ ભૂષણ’ એનાયત થવા બદલ મુંબઈવાસીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તે સમયે એડ.શેલાર બોલી રહ્યા હતા.

શ્રી રામ નાઈકને ‘સામાજિક ક્ષેત્રમાં અસાધારણ અને ઉત્કૃષ્ટ જાહેર સેવા’ માટે પદ્મ ભૂષણ સન્માન જાહેર કરવામાં આવેલ છે. સાઠ વર્ષની તેમની લાંબી રાજકીય અને સામાજિક કારકિર્દીમાં, તેમણે બોરીવલી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી રાજકારણની શરૂઆત કરી. ત્યાંથી તેઓ સતત ત્રણ વખત ધારાસભ્ય તરીકે અને ત્યારપછી સતત પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. શ્રી રામ નાઈક મુંબઈના એકમાત્ર એવા રાજકીય વ્યક્તિ છે જેમણે સતત આઠ ચૂંટણી જીતી હતી. એટલું જ નહીં, સમગ્ર રાજ્યમાં બોરીવલી એકમાત્ર એવી વિધાનસભા છે જ્યાંથી ભાજપ તેની સ્થાપનાથી લઈને આજ સુધી સતત ચૂંટાઈ આવે છે. આ સર્વ વિષયના ઔચિત્યને કારણે ગઈકાલે હજારો નાગરિકોની ઉપસ્થિતિમાં બોરીવલી ખાતે શ્રી રામ નાઈકનું નાગરિક અભિનંદન કરવામાં આવ્યું હતું.

“શ્રી રામ નાઈક અમારા આદર્શ છે. જેઓ મારા જેવા ઝૂંપડપટ્ટીમાંના આંદોલન કરનારા યુવાનને તેમના કામને કારણે પસંદ કરે છે અને તેમને માત્ર એક કાર્યકર જ નહીં પણ નગરસેવક, ધારાસભ્ય, સાંસદ પણ બનાવે છે! તેમના કામ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શ્રી રામ નાઈકને ‘પદ્મ ભૂષણ’ સન્માન આપવામાં આવી રહ્યું છે. મુંબઈમાં અત્યાર સુધી ઘણા રાજકીય નેતાઓ રહ્યા છે, પરંતુ શ્રી રામ નાઈક એકમાત્ર એવા છે જેમને તેમની જાહેર સેવા માટે ‘પદ્મભૂષણ’ મળ્યો છે,” સ્થાનિક સાંસદ શ્રી ગોપાલ શેટ્ટીએ આ પ્રસંગે બોલતા જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : PM Modi News: PM મોદી 12 માર્ચનાં આ બે રાજયની લેશે મુલાકાત, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાપર્ણ કરશે
” યુતિ ધર્મ શું છે તેનું આદર્શ પ્રતીક એટલે શ્રી રામ નાઈક છે! શ્રી રામ નાઈકે ભાજપ-શિવસેના ગઠબંધન માત્ર સીટોની વહેંચણી જ નહીં, પણ ત્યાંના કાર્યકરોએ એકબીજા માટે કેવી રીતે કામ કરવું જોઈએ તેનો આદર્શ સ્થાપિત કર્યો. દરેક વ્યક્તિએ આજે તેમને અનુસરવાની જરૂર છે,” આ પ્રસંગે બોલતા શિવસેનાના સાંસદ શ્રી ગજાનન કીર્તિકરે ભારપૂર્વક જણાવ્યું હતું.
“શ્રી રામ નાઈક હંમેશા રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે એક પ્રભાવશાળી અને અગ્રણી નેતા તરીકે ઓળખાશે. સાંસદ ભંડોળ શરૂ કરવું હોય કે દેશના રાહ જોઈ રહેલા ૧.૧૦ કરોડ પરિવારો સહિત ૩.૫૦ કરોડ પરિવારોને ગેસ નું જોડાણ પૂરા પાડવા હોય, તેની સાથે જ જેઓ વસઈના અર્નાલા કિલ્લામાં પાંચસો થી છસ્સો ઘરોને સમુદ્રમાં ટાવર મૂકીને વીજળી આપે છે.

રેલ્વે મંત્રી બન્યા બાદ શ્રી રામ નાઈક ઉપનગરીય વિસ્તારને દહાણુ સુધી વિસ્તાર્યો. તે પહેલા પણ, જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે તેમણે વિરાર-દહાણુ શટલ શરૂ કરી હતી, જેને મુસાફરો આજે પણ ‘રામ નાઈક શટલ’ તરીકે ઓળખે છે, જે અમારા કાર્યકર્તાઓ માટે આદર્શ એટલે રામ નાઈક!” દહિસરના ધારાસભ્ય શ્રીમતી મનીષા ચૌધરીએ આ પ્રસંગે આ મુજબનું ભાવનાત્મક ભાષણ આપ્યું હતું.
“હું કૃતજ્ઞ છુ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંસ્કૃતિ અને પછી ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારોને કારણે હું રાષ્ટ્રસેવા-સમાજકાર્ય માટે રાજકારણના ધ્યેય સાથે જીવ્યો. પંડિત દીનદયાલ ઉપાધ્યાયના સંદેશને અનુસરીને કે ‘અંત્યોદય’ એ રાજકારણનું લક્ષ્ય હોવું જોઈએ, આ ઉકિતનું પાલન કરતા મેં એક સાથે રાજકીય કાર્ય અને રક્તપિત્ત, માછીમારો, અણુ પાવર પ્લાન્ટ પીડિતો માટે કામ કર્યું અને કર્યો રહીશ”, આ શબ્દોમાં શ્રી રામ નાઈકે તેમના અભિવાદનનો જવાબ આપ્યો.
આ સમારોહમાં ધારાસભ્ય સર્વશ્રી યોગેશ સાગર, સુનિલ રાણે, પ્રકાશ સુર્વે, અમિત સાટમ, શ્રીમતી વિદ્યા ઠાકુર અને ઘણા જનપ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. શ્રી નાઈકની પહેલથી સ્થપાયેલી જનસેવા બેંકના પ્રમુખ એડ. જયપ્રકાશ મિશ્રા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાનગર સંઘચાલક ડૉ. વિષ્ણુ વઝેએ પણ આ પ્રસંગે વક્તવ્ય આપ્યું હતું. પૂર્વ નગરસેવક શ્રી વિનોદ શેલારે સન્માનપત્રનું વાંચન કર્યું હતું. ભાજપના ઉત્તર મુંબઈ પ્રમુખ શ્રી ગણેશ ખણકરે સંચાલન કર્યું હતું, જ્યારે ભાજપ ઉત્તર પશ્ચિમ મુંબઈ પ્રમુખ શ્રી સંતોષ મેઢેકરે આભાર માન્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.