Site icon

Ram Rahim : રેપ કેસના આરોપી રામ રહીમ મળી રાહત, આટલા દિવસ માટે જેલમાંથી મુક્તિ..

Ram Rahim : હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા બાબા રામ રહીમ જેલમાંથી બહાર આવ્યા છે. રાજ્ય સરકારે તેમને 21 દિવસની પેરોલ મળી છે.

Ram Rahim Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh granted 21-day furlough

Ram Rahim Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh granted 21-day furlough

News Continuous Bureau | Mumbai 

 Ram Rahim : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ હવે ફરી એકવાર જેલમાંથી બહાર આવ્યા છે. આ વખતે તેમને 21 દિવસની પેરોલ મળી છે. આ પેરોલ સમયગાળા દરમિયાન, રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં તેના બરનાવા આશ્રમમાં રહેશે. આજે મંગળવારે સવારે સાડા છ વાગ્યે રામ રહીમને પોલીસ સુરક્ષામાં હરિયાણાની સુનારિયા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

 Ram Rahim :  15મી ઓગસ્ટે જન્મદિવસ

નોંધનીય છે કે રામ રહીમે પેરોલ પર બહાર આવવા માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. ડેરા ચીફ ગુરમીત સિંહ 7મી વખત 21 દિવસની ફરલો પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવતાની સાથે જ અનુયાયીઓમાં ખુશીની લહેર છે. ગુરમીત સિંહનો જન્મદિવસ પણ 15મી ઓગસ્ટે છે. તે આ વખતે પોતાનો જન્મદિવસ સોશિયલ મીડિયા દ્વારા તેના ફોલોઅર્સ સાથે સેલિબ્રેટ કરી શકે છે. બાબા રામ રહીમ સુનારિયા જેલથી સીધા બરનવા આશ્રમ પહોંચ્યા છે, જ્યાં ઘણા દિવસોથી સફાઈનું કામ ચાલી રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  Patanjali Misleading Ads: બાબા રામદેવને રાહત મળી… સુપ્રીમ કોર્ટે આ કેસની ફાઈલ બંધ કરી દીધી, જેના કારણે તેમને જાહેરમાં માફી માંગવી પડી હતી..

 Ram Rahim : ચૂંટણી પહેલા જ મળ્યા પેરોલ 

જો જોવામાં આવે તો રામ રહીમને પેરોલ અને ફર્લો આપવાને લઈને અવારનવાર વિવાદ થતો રહે છે અને હરિયાણા સરકાર પર અવાર નવાર આરોપ લગાવવામાં આવે છે કે તેઓ માત્ર રાજકીય લાભ મેળવવા માટે રામ રહીમને આટલા પેરોલ આપી રહ્યા છે. રામ-રહીમના પેરોલનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. પરંતુ કોર્ટે ત્યારે હરિયાણા સરકારને પેરોલ-ફર્લો આપવાનો અધિકાર આપ્યો હતો અને હવે રામ-રહીમ જેલની બહાર છે.

 

 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Exit mobile version